શિમલા માં હાઇવે પર સવારના ગાઢ ધુમ્મસને કારણે આજે 5 લોકોના મોત થયા છે. શનિવારે સવારે નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ વિસ્તારના પાંચ યુવાનોના દુઃખદ અવસાન થયા. શિમલાથી પરત ફરતી એક ફોર્ચ્યુનર કાર બઠિંડા નજીક ગુડતડી ગામ પાસે પહોંચતા આ ભયંકર અકસ્માત થયો.
ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાયો નહીં અને કાર ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ. ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારના પાટીયા વળી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારે મહેનત પડી.
કારમાં સવાર તમામ પાંચેય લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું પોલીસ વિભાગમાં લેડી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમિતાબેન રાજપૂતનું પણ આ ઘટનામાં મોત થયું છે. તમામની ઉંમર 25 થી 30 વર્ષ વચ્ચે હોવાની માહિતી મળી રહી છે.
આ પણ વાંચો:જુનાગઢમાં તૂટયું પરવીન બાબીનું ઘર ! જુઓ તસવીરો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
