ખિસ્સામાં કોબ્રા સાપ લઈને હોસ્પિટલ પહોંચ્યો યુવક ! પછી જે થયું….

એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ સાપ કરડ્યા બાદ તે જ ઝેરી કોબ્રા સાપને પોતાના ગજવાંમાં નાખીને હોસ્પિટલ પહોંચી ગયો હતો. જેવો આ શખ્સ ડોક્ટર પાસે પહોંચ્યો અને ખિસ્સામાંથી સાપ કાઢીને બતાવ્યો કે ‘સાહેબ, આ સાપે મને કરડ્યો છે’

ત્યારે ત્યાં હાજર ડોક્ટરો અને દર્દીઓના હોશ ઉડી ગયા હતા. હોસ્પિટલના સ્ટાફમાં તાત્કાલિક નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ શખ્સનું માનવું હતું કે જો તે સાપને સાથે લાવશે તો ડોક્ટરને તેની સારવાર કરવામાં અને ઝેર ઓળખવામાં સરળતા રહેશે.

સદનસીબે, હોસ્પિટલ તંત્રએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વ્યક્તિને જરૂરી સારવાર આપીને તેનો જીવ બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. આ ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી.

આ પણ વાંચો:પાડોશીએ જ 18 વર્ષની દીકરીને ઉતારી મૌતને ઘાટ ! ઘટના જાણી હૈયું કંપી જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version