દેશની આઈટી સિટી બેંગલુરુમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રામમૂર્તિ નગર વિસ્તારમાં રહેતી અને ‘એક્સેન્ચર’ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી 34 વર્ષીય શર્મિલા ડીકેની હત્યાના કેસમાં પોલીસે પાડોશમાં રહેતા 18 વર્ષીય કર્નલ કુરાઈની ધરપકડ કરી છે.
ઘટનાની વિગત મુજબ, 3 જાન્યુઆરીની રાત્રે શર્મિલાના ભાડાના એપાર્ટમેન્ટમાં આગ લાગવાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડે આગ બુઝાવ્યા બાદ બેડરૂમમાંથી શર્મિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ મોત શોર્ટ સર્કિટને કારણે થયેલું અકસ્માત મોત લાગતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે શર્મિલાનું મૃત્યુ ગળું દબાવવાને કારણે થયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપી કર્નલ કુરાઈ રાત્રે 9 વાગ્યાના સુમારે સ્લાઈડિંગ બારી વાટે શર્મિલાના ફ્લેટમાં ઘૂસ્યો હતો.
તેનો ઈરાદો શર્મિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો હતો. જ્યારે શર્મિલાએ તેનો સખત વિરોધ કર્યો અને બૂમો પાડી, ત્યારે આરોપીએ તેનું નાક અને મોઢું દબાવી દીધું હતું, જેના કારણે તે બેભાન થઈ ગઈ અને દમ તોડી દીધો. આ કૃત્ય કર્યા પછી, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે બેડરૂમના ગાદલા પર આગ ચાંપી દીધી જેથી મોત ગૂંગળામણથી થયું હોય તેવું લાગે. આરોપી ત્યાંથી શર્મિલાનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો.
ટેકનિકલ પુરાવા અને કડક પૂછપરછ બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે તેની વિરુદ્ધ હત્યા (BNS કલમ 103), દુષ્કર્મનો પ્રયાસ અને પુરાવાનો નાશ કરવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ એકલવાયું જીવન જીવતી નોકરિયાત મહિલાઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના બેંગલુરુમાં બની છે.
આ પણ વાંચો:સુરતમાં ઉતરાયણ દરમિયાન બની દુખદ ઘટના ! પતંગની દોરીએ લીધો આખા પરિવારનો જીવ….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
