સુરતમાં ખૂબ જ હદય કંપાવી દેનાર ઘટના બની છે, આમ પણ આપણે જાણીએ છે કે, સુરત શહેરમાં ધોળે દિવસે હત્યાના બનાવો બને છે, હાલમાં આ હત્યાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી અને આ હત્યા કરનાર કોણ છે તેમજ ક્યાં કારણે કરવામાં આવી તે અંગે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ. ખરેખર આ ઘટનાં તમારું હૈયું કંપાવી દેશે જ્યારે તમે હકીકત જાણશો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે લાલગેટ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. આ તમામ દ્રશ્યો નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા અને હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોનાં જોઈ શકો યુવકની ક્રૂરતાપૂર્વકની હત્યા કરવામાં આવી. આ વિડીયોના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે
અરવિંદ કોળી પટેલ નામના આરોપીની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી છે. જે વ્યક્તિની હત્યા થઈ છે તે ભિક્ષુક હતો. આ બનાવ મોડી રાત્રે અંદાજે બેથી ચાર વાગ્યાના સમય દરમિયાન યુવકે લાકડાના ફટકા મારી ભાગી ગયો હતો.ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂટપાથ પર રહેતો હોવાથી મરનારની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસ તેની ઓળખ કરી રહી છે. લાલગેટ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારને પણ પકડવા તપાસ કરી રહી છે.
હત્યાના આ સીસીટીવીમાં કોઈને પણ હચમચાવી દે તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. વીડિયોમાં જોઈ શકો છો કે, ભિક્ષુક રસ્તા પર એકલો ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તેને યુવક લાકડાના ફટકા વડે મારવા માંડ્યો હતો. ભિક્ષુકને માથાના ભાગમાં ઉપરાછાપરી 4થી 5 લાકડાના ફટકા મારી ઘટનાસ્થળે જ તેને મોતને ઘાટ ઉતારી ને આરોપી ચાલવા લાગ્યો હતો.હાલ તો લાલગેટ પોલીસે હત્યાના સીસીટીવીને આધારે આગળની તપાસ શરૂ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
