એમ્બુલન્સમાં આગ લગતા ડૉક્ટર સહિત જન્મેલા બાળક સાથે ચાર લોકોના નિધન ! થયું કઈક એવું કે…

મોડાસાના રાણાસૈયદ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત બન્યો છે. ચાલુ એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેમના પિતા એમ કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે એમ્બ્યુલન્સ ચાલક સહિત ત્રણ લોકોનો બચાવ થયો છે. આ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

એક દિવસના બાળકને સારવાર માટે અમદાવાદ લાવતા હતા તે દરમિયાન આ ગોઝારી ઘટના બની છે. મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.આ આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી. આ ગોઝારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં દેખાઈ રહ્યું છે કે

એમ્બ્યુલન્સમાં આગ લાગ્યાની થોડી જ ક્ષણોમાં આખું વાહન આગની ઝપેટમાં આવી ગયું હતું.આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મોડાસાની ‘રિચ હોસ્પિટલ’ની એમ્બ્યુલન્સમાં એક દિવસના નવજાત બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. જેમાં ચાર લોકો બળીને ભડથું થઈ ગયા હતા.

આ પણ વાંચો:ઘોર કલિયુગ: બાળક થતાં માણસે તેને રસ્તા વચ્ચે છોડી દીધું ! કુતરાઓએ કરી બતાવ્યું એવું કે કામ કે લોકો કરી રહ્યા છે વખાણ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version