સોનમ રઘુવંશી જેવો કાંડ ! લગ્નના 3 જ દિવસે પત્નીએ જ રચ્યું પતિને મારી નાખવાનું ષડયંત્ર પછી…

અમદાવાદના કોટેશ્વર વિસ્તારમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી, જેમાં લગ્નના ગણતરીના દિવસોમાં જ એક યુવકની તેના જ સાળા (પત્નીના પ્રેમી) દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટના કોટેશ્વર (અમદાવાદ) માં બની છે. વર્ષ 2025 ના ચકચારી રાજા રઘુવંશી કાંડની યાદ અપાવતી આ ઘટનામાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની જિંદગી છીનવી લીધી છે. ઘટનાની વિગત મુજબ, 24 વર્ષીય ભાવિકના લગ્ન 3 દિવસ અગાઉ જ ગાંધીનગરના કોટેશ્વરની પાયલ સાથે થયા હતા.

રિવાજ મુજબ પાયલ પિયર ગઈ હતી, જેને લેવા માટે ભાવિક એક્ટિવા લઈને નીકળ્યો હતો. રસ્તામાં તેની સાસરીથી થોડે જ દૂર એક ઇનોવા કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ કારમાં સવાર પાયલના મામાના દીકરા કલ્પેશ અને તેના મિત્રોએ ‘આ તો અમારો જમાઈ છે’ તેમ કહી મદદના બહાને ભાવિકને કારમાં બેસાડી દીધો હતો. પરંતુ આ કોઈ અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત કાવતરું હતું.

કારમાં બેસાડ્યા બાદ નિર્જન સ્થળ આવતા જ કલ્પેશે અન્ય સાથીદારો સાથે મળીને દુપટ્ટા વડે ભાવિકનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ લાશને ડભોડા પાસે નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ભાવિક ઘરે ન પહોંચતા પિતા કનૈયાલાલે શોધખોળ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન પત્ની પાયલના નિવેદનોમાં વિસંગતતા જણાતા અને તેની કોલ ડિટેઈલ્સ ચેક કરતા પ્રેમ પ્રકરણનો ઘટસ્ફોટ થયો હતો.

પાયલ તેના મામાના દીકરા કલ્પેશ સાથે પ્રેમસંબંધમાં હતી અને બંનેએ સાથે મળીને ભાવિકને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. અડાલજ પોલીસે CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પાયલ, તેનો પ્રેમી કલ્પેશ અને અન્ય 2 સાથીદારોની ધરપકડ કરી છે. 100 નંબર પર મળેલી માહિતી અને PI કે.બી. સાંખલાની સતર્કતાથી આ ક્રૂર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે.

આ પણ વાંચો:વાહ ઈમાનદારી હોય તો આવી ! પોલીસ ઓફિસરે પોતાની સરકારી ગાડીને જ ફટકાર્યો દંડ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version