શિકાગોના શામ્બર્ગમાં શનિવારે પોતાના પિતાનું મર્ડર કરી નાખનારા અભિજિત પટેલે પોલીસ સમક્ષ કેટલાક ખુલાસા કર્યા છે. હિંસક સ્વભાવ ધરાવતા અભિજિતે ભૂતકાળમાં તેના પિતા પર અટેક કરવા ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એને તેને પિતાને ન મળવાપણ કહેવાયું હતું જોકે તે તોપણ તેમનીસાથે જ રહેતો હતો.
અભિજિત પટેલે હત્યા પાછળનો મોટિવ જણાવતા પોલીસને કહ્યું કે તેમને ખતમ કરી દેવા પોતાની ધાર્મિક ફરજ હતી. બાળપણમાં પિતાએ પોતાની સતામણી કરી હતી. પિતા બેડ પર સુતા હતા ત્યારે આરોપીએ હથોડીના ઘા ઝીંકી હત્યા કરી હતી અને પોતાની માતા જ્યારે જોબ પરથી ઘરે આવી
ત્યારે દરવાજો ખોલી તેને પોતાના પતિની તબિયત જોવા માટે પણ કહ્યું જેના પછી માતા રુમંમાં જતા પતિ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા અને 911માં કોલ કરતા પોલીસ આવી તો અભિજીતે સરેન્ડર કર્યું હતું
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
