લોકોને મહેનત વગર જ રુપિયા મળી જાય એવું જોઇતું હોય છે ત્યારે એક 26 વર્ષીય વરરાજાએ પોતાના લગ્નના દિવસે એવું કંઈક કર્યું જે મોટાભાગના લોકો કરતા નથી તેણે ₹31 લાખનું દહેજ પાછું આપ્યું અને શગુન તરીકે ફક્ત ₹1 સ્વીકાર્યું. કન્યાના પિતા કોવિડના સમયમાં મોતે ભેટ્યા હતા. આ પૈસા તેમના સમગ્ર જીવનની બચતમાંથી લેવામાં આવ્યા હતા.
વરરાજાએ થાળમાં મુકેલા પૈસા જોઇને કહ્યું – “અમે દહેજ પ્રથાની વિરુદ્ધ છીએ. અમારો સંબંધ ₹1 રૂપિયાથી નક્કી થયો હતો અને આજે પણ અમે તેના પર કાયમ છીએ. કોઈ પિતાએ દેવું કરીને દીકરીના લગ્ન ન કરવા જોઈએ. કોઈની મહેનતની કમાણી પર અમારો કોઈ હક નથી.
અદિતિ પણ માને છે કે માતા-પિતા દીકરીને ભણાવે છે, ઉછેરે છે, જેથી દીકરી શિક્ષિત થશે તો આવનારી પેઢીને પણ શિક્ષિત બનાવશે. પછી જો પિતાએ પોતાની જીવનભરની જમાપૂંજી આપીને દીકરીના લગ્ન કરવા પડે, તો આ આપણા સમાજની નિષ્ફળતા છે. જેના પછી લગ્નની વિધિઓ ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી. આ કિસ્સો આગ્રાનો છે.
આ પણ વાંચો:ઓપરેશન દરમિયાન 16 વર્ષની યુવતી સાથે થયું ન થવાનું ! ડૉક્ટરની બેદરકારીના કારણે યુવતીએ ગુમાવ્યો જીવ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
