ઓપરેશન દરમિયાન 16 વર્ષની યુવતી સાથે થયું ન થવાનું ! ડૉક્ટરની બેદરકારીના કારણે યુવતીએ ગુમાવ્યો જીવ…

વડોદરાની હર્ષલ હોસ્પિટલના ડૉક્ટરની ઘોર બેદરકારીને કારણે ધોરણ-12 સાયન્સની 16 વર્ષીય વિદ્યાર્થિની સંજના વાઘેલાનું કરૂણ મોત નીપજ્યું હોવાનો આરોપ છે. પેટમાં ગાંઠના ઓપરેશન દરમિયાન ડૉ. વિજયસિંહ રાજપૂત પેટમાં જ કોટન ભૂલી ગયા

હતા, જેના કારણે શરીરમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાતા માસૂમ કિશોરી 90 દિવસ સુધી અસહ્ય પીડામાં રહી હતી. અન્ય હોસ્પિટલમાં સીટી સ્કેન દ્વારા આ ભૂલ પકડાઈ હતી,

પરંતુ લાંબી સારવાર બાદ સંજનાએ અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટરે સારવારનો ખર્ચ આપવાનું કહી હાથ ઊંચા કરી લેતા અને ફોન ઉપાડવાનું બંધ કરી દેતા, ન્યાય માટે પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:સુરત : વાલીઓ ની ઊંઘ ઉડી જાય તેવો કિસ્સો ! શિક્ષકે ધોરણ 9 ની વિદ્યાર્થિની ને ફાર્મ હાઉસ પર લઈ જઈ..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version