એક આશ્ચર્યજનક અને ફિલ્મી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પત્ની પોતાના માતાપિતાના ઘરે રહેવા જતા રહેતા એક જમાઈ ઉશ્કેરાઈને જેસીબી (JCB) મશીન લઈને પોતાની સાસરીમાં પહોંચી ગયો હતો. ગુસ્સે ભરાયેલા જમાઈએ જેસીબીના પંજા વડે સસરાના ઘરના દરવાજા અને આગળનો ભાગ તોડી પાડવાનું શરૂ કર્યું હતું.
આ અણધારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, પિન્ટુ મંડલ નામનો શખ્સ દારૂ પીને અવારનવાર પત્નીને માર મારતો હોવાથી,
તેની પત્ની ઉર્મિલા કંટાળીને પોતાના બે બાળકો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા પિન્ટુએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી. પિન્ટુના સસરા કહે છે કે રાત્રિની ઘટના દરમિયાન પિન્ટુ સાથે ઘણા લોકો હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
