યુકેમાં ડિસેમ્બર 13ના રોજ રાત્રે એક વાગ્યે થયેલા અકસ્માતમાં બે ગુજરાતી મહિલાના મૃત્યુ થઈ ગયા છે, જે કારને આ અકસ્માત થયો હતો તેમાં ચાર મહિલા બેઠી હતી અને તેમાં બે ગુજરાતી ઉપરાંત અન્ય એક અજાણી મહિલાનું પણ મૃત્યુ થઈ ગયું છે જ્યારે કાર ચલાવનારી 37 વર્ષીય મહિલાની જોખમી રીતે ડ્રાઈવિંગ કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
લેસ્ટરના થ્રસિંગ્ટન અને સાયલબી વચ્ચે થયેલા આ અકસ્માતમાં કારમાં બેઠેલ એક મુસાફરે અલાર્મ સક્રિય કરી દેતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જે બે ગુજરાતી મહિલાના તેમાં મૃત્યુ થઈ ગયા છે તેમના નામ નીરૂ પટેલ અને ભામિની કરસન હોવાનું જાણવા મળ્યું છે, આ બંને મહિલા લેસ્ટરની હતી.
જોકે, ત્રીજી મૃતકના પરિવારજનોએ તેની ઓળખ જાહેર કરવાનો ઈનકાર કર્યો છે જ્યારે કાર ચલાવી રહેલી 37 વર્ષીય મહિલાને સામાન્ય ઈજા થઈ છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે પરંતુ હજુ સુધી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.BMW 5 સિરીઝ કાર નોટિંગહમ બાજુથી A46 પર જઈ રહી હતી ત્યારે તેને અકસ્માત થયો હતો.
આ પણ વાંચો:28 વર્ષીય યુવકે પિતાના માથામાં હાથોડાના ઘા મારીને કરી હત્યા ! કારણ જાણી સૌ હેરાન…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
