ન્યુજર્સીના હેમોંટનમાં બે હેલિકોપ્ટર હવામાં જ અચાનક અથડાયા.જેમાં એક પાયલટનું મોત નીપજ્યુ છે અને બીજો ગંભીર રૂપથી ઘાયલ થયો છે. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
એટલાન્ટિક કાઉન્ટીના એક નાના એરફિલ્ડ, હેમોંટન મ્યુનિસિપલ એરપોર્ટ પર સવારે આશરે 11.25 વાગ્યે આ ઘટના બની હતી. વિમાન દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ ઇમરજન્સી ટીમોને મોકલાવામાં આવ્યા. ઘટનાસ્થળના વીડિયોમાં એક હેલીકોપ્ટર જમીન પર પડ્યા પહેલા જ જોરદાર હવામાં જ ફંગોળાતું જોવા મળ્યુ.
ઘટના સ્થળે જ એક પાયલટનું મોત નીપજ્યુ હતુ. આ ટક્કર એક એનસ્ટ્રોમ એફ-28એ હેલિકોપ્ટર અને એનસ્ટ્રોમ 280 સી હેલિકોપ્ટર વચ્ચે થઇ હતી. આ ઘટના સમયે ફ્લાઇટમાં માત્ર પાયલટ જ સવાર હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
