વડોદરાના માંજલપુરમાંથી એક ભયાનક ઘટના સામે આવી છેજેમાં એક જુવાન દિકરાને ફરી એકવાર તંત્રની બેદરકારીના કારણે પરિવારે ખોઇ દેવાનો વારો આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક પાલિકાના જળ પુરવઠા વિભાગે ટાંકી સફાઈ દરમિયાન પાણી નિકાલ માટે 15 ફૂટ ઊંડા ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું છોડી દીધું હતું.
ત્યાં સુરક્ષાના કોઈ પગલાં કે ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા. અંધારામાં યુવક આ ચેમ્બરમાં પડી ગયો હતો. પરિવારજનોએ ટોર્ચથી શોધખોળ કરતા યુવકના બૂટ ગટરમાં તરતા મળી આવ્યા હતા.ફાયર બ્રિગેડની ટીમે 10 મિનિટમાં બચાવ કાર્ય કરી યુવાનને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા સ્થાનિક લોકોમાં વહીવટીતંત્ર વિરુદ્ધ તીવ્ર રોષ ફેલાયો છે. જવાબદાર અધિકારીઓ સામે સખત પગલાંની માંગ કરવામાં આવી રહી છે, આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 40 વર્ષીય યુવાન વિપુલસિંહ ઝાલા નિવૃત્ત Dy.SPના પુત્ર છે.વિપુલસિંહ ઝાલા તેમનું નામ હતું.
આ પણ વાંચો:ખૂબ જ દુખદ અને શરમજનક કિસ્સો ! શરૂ ગાડીમાં યુવતીને ફસાવી તેની સાથે આચર્યું દુષ્કર્મ અને પછી…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
