ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયેલા એક ભારતીય વિદ્યાર્થીનું અવસાન થયું છે, મૂળ તેલંગાણાના આ વિદ્યાર્થીનું નામ પવન રેડ્ડી હતું જે તેના મિત્રો સાથે ગત શુક્રવારે ડિનર માટે ગયો હતો, તેની તબિયત અચાનક બગડતાં પવનના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા હતા
પરંતુ ત્યાં સારવાર દરમિયાન શનિવારે સવારે જ તેનું અવસાન થઈ ગયું હતું. પવન રેડ્ડી બે વર્ષ અગાઉ અમેરિકા ગયો હતો અને માત્ર બે મહિના પછી તેને માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત થવાની હતી, પરંતુ માત્ર 24 વર્ષની ઉંમરે જ તે આ દુનિયામાં રહ્યો નહીં. મૃતક પવન વિસ્કોન્સિનની કોંકોર્ડિયા યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો,
કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે પવન રેડ્ડીનું ફૂડ પોઈઝનિંગના કારણે અવસાન થયું છે. એવું પણ મનાઈ રહ્યું છે કે અચાનક હાર્ટ અટેક આવતા પવને દમ તોડ્યો હતો પરંતુ આ દાવાની પણ હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.
આ પણ વાંચો:વિદેશ જતાં પહેલા એકવાર જરૂર જોઈલો ! ઓસ્ટ્રેલીયામાં ભારતીય મહિલાની બેરહેમીથી હત્યા…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
