અમદાવાદમાં SG હાઇવે પર થયો જોરદાર અકસ્માત ! પરિવારના એકના એક દીકરાનું મૌત અને એજ દિવસે….

અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે પર ફરી એકવાર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની નોકરી જવા નીકળેલા 19 વર્ષીય યુવકને નિરમા યુનિવર્સિટી પાસે અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

એસ.જી. 1 ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ કથન ખડાયતા (ઉંમર આશરે 19 વર્ષ) તરીકે થઈ છે, જે ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહેતો હતો. કથન અમદાવાદમાં YMCA પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

રોજની જેમ આજે (1 ડિસેમ્બર) વહેલી સવારે લગભગ 6:30 વાગ્યાની આસપાસ કથન ગાંધીનગરથી બાઇક પર પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો, પરંતુ તે નિરમા યુનિવર્સિટી પાસે પહોંચે ત્યાં જ કાળ બનીને આવેલા અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારી હતી.એસ.જી. હાઈવે પર બનેલી આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે

અજાણ્યા વાહનચાલકની ટક્કરથી કથન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ટક્કર માર્યા બાદ વાહનચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવક કથનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ યુવકનો મૃતદેહ રસ્તા પર પડ્યો હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચો:કેનેડામાંથી સામે આવ્યો ધ્રુજાવી નાખતો બનાવ ! ભારતીય મહિલાને જીવતી સળગાવી દેતા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version