એક 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને 4 ગોળી મારી તેની હત્યા કરી દીધી. એન્જિનિયરે બાદમાં નજીકના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું.પીડિતા કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી બાલામુરુગને તેને સાંજે 6:30 થી 7:00 વાગ્યાની વચ્ચે માગડી રોડ નજીક રોકી પિસ્તોલથી ફાયરિંગ કર્યું જેના પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી,
પરંતુ પહોંચતાં જ તેણીને મૃત જાહેર કરવામાં આવી. 2011માં લગ્ન કરનાર અને બે બાળકોના માતા-પિતા આ દંપતી, લગ્નજીવન તૂટી ગયા બાદ છેલ્લા 18 મહિનાથી અલગ રહેતું હતું. આરોપીને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી.
એક અઠવાડિયા પહેલાં, તેણે ભુવનેશ્વરીને છૂટાછેડા માટે કાનૂની નોટિસ મોકલી હતીઆરોપી અને પીડિતા બંને તમિલનાડુના સેલમ જિલ્લાના રહેવાસી છે. હુમલા પછી, બાલામુરુગન મગડી રોડ પોલીસ સ્ટેશન ગયો, ગુનો કબૂલ્યો અને હથિયાર સોંપ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
