ઓસ્ટ્રેલિયામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. 36વર્ષીય ભારતીય મહિલા સુપ્રિયા ઠાકુર એડિલેડના તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેના 42 વર્ષીય પતિ વિક્રાંત ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, વિક્રાંત સોમવારે બપોરે એડિલેડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયો હતો પરંતુ તેણે જામીન પર મુક્તિ માટે અરજી કરી ન હતી.હવે તે આવતા વર્ષે ઓછામાં ઓછા એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે. પોલીસે જણાવ્યું કે ઘરેલુ હુમલાના અહેવાલો બાદ રવિવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ નોર્થફિલ્ડ સ્થિત એક ઘરમાં ઇમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી.
મહિલા બેભાન હાલતમાં મળી આવ્યા . “અધિકારીઓએ તાત્કાલિક CPR શરૂ કર્યું હતું પરંતુ દુઃખની વાત છે કે, મહિલાને બચાવી શકાઈ નહીં,” પોલીસે એક નિવેદનમાં જણાવ્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
