આપણે સૌ કોઈ જાણીએ છે કે નાની વયના બાળકો અવારનવાર રમત રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ક્યારેક કોઈ વસ્તુઓ ગળી જતા હોય છે તો ક્યારેક પાણીમાં કે કોઈ અન્ય જગ્યામાં પડી જતા હોય છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે અને આ બનાવ હાલમાં સીસીટીવીમાં કેદ થતા આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મધ્યપ્રદેશના દમોહમાં એક બાળક ઘરના આંગણામાં રમતા રમતા ટાંકામાં પડી ગયો હતો. દુઃખદાયી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ બનાવ અંગે પરિવારને ત્યારે થઈ જ્યારે બાળકનાં એક મિત્ર એ કહી હતી કારણ કે તેની નજર સામે જ બાળક ટાંકામાં પડ્યો હતો.
પરિવારના સભ્યોને તેની જાણ કરી. બાળકીને થોડી જ વારમાં સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ભગવાનની દયાથી આ બાળકનો જીવ બચી ગયો કારણ કે તાત્કાલિક જ પરિવાર ને આ ઘટના અંગે જાણ થઈ હતી.જો સમયસર આ બાળકને બહાર ન કાઢવામાં આવ્યો હોત તો ડૂબી જવાથી બાળકનો જીવ જઇ શકે તેમ હતો.
આ ઘટના પરથી દરેક વાલીઓ એ વાતની ધ્યાન રાખવી જોઈએ કે જો તમારા ઘર આંગણે આવી રીતે ખુલ્લો ટાંકો હોય તો તેના પર વ્યવસ્થિત એક લોખંડની જાડી કે અન્ય મજબૂત ઠાણક રાખવું જોઈએ જેથી કરીને કોઈ સમસ્યા ન આવે. ખરેખર આ બનાવ ખૂબ જ જોખમી અને સાવચેતી સમાન છે.
આ પણ વાંચો:રાજકોટ મા જાહેર મા યુવાન પર છરીઓ ના ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ ! સમગ્ર ઘટના cctv મા કેદ…જુઓ વિડીઓ
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
