રાજકોટ મા જાહેર મા યુવાન પર છરીઓ ના ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ ! સમગ્ર ઘટના cctv મા કેદ…જુઓ વિડીઓ

રાજકોટ શહેરમાં ધોળે દિવસે યુવાની હત્યા કરવામાં આવી અને દુઃખદ બનાવ સીસીટીવીમાં કેદ થયેલ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગઈકાલે સમી સાંજે જાહેરમાં છરીનાં ઘા ઝીંકી એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયેલ. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમગ્ર બનાવ અંગે જાણીએ તો રાજકોટ શહેરના બાપુનગર સ્મશાન પાસે સાંજના 5.48 મિનિટે એક વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા થયેલ અને આ બનાવની જાણ થતાની સાથે જ ભક્તિનગર પોલીસ ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને સિવિલ હોયપિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં મૃતક વ્યક્તિ 42 વર્ષીય હનીફ યુસુફ જુણેજા હોવાનું અને તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. બાપુનગર સ્મશાન પાસે આરોપીની ચાની હોટલે જઇ મૃતક હનીફ અવારનવાર માથાકૂટ કરતો હતો. .30 વાગ્યા આસપાસ મૃતકે આવી ચાની હોટલ પહોંચી હોટેલ ચલાવતા આરોપી સાથે ઝઘડો કર્યો હતો અને ઉગ્ર બોલાચાલી થતા કંટાળીને આરોપીએ છરીના ઘા મારી દીધા હતા.

આ પણ વાંચો:પહેલી નજરે લાગશે કે ATM કાર્ડ છે પણ આ ATM કાર્ડ નહી લગ્નની કંકોત્રી છે. જુઓ અનોખી કંકોત્રી ની તસવીરો ! દરેક પ્રસંગ નો ઉલ્લેખ એવી રીતે કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version