અમેરિકામાં રહેતા 22 વર્ષીય ગુજરાતી યુવક તીર્થ સવાણીને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. જૂન 05ના રોજ ઈન્ડિયાનાની ગ્રાન્ડ કાઉન્ટીમાંથી બે લાખ ડોલરનું ગોલ્ડ કલેક્ટ કર્યું હતું. જે 68 વર્ષીય શખસ પાસેથી તીર્થે ગોલ્ડ ઉઠાવ્યું હતું તે ફોન સ્કેમનો વિક્ટિમ હતો
જેણે આ ઘટનાના બે દિવસ બાદ લોકલ પોલીસનો સંપર્ક કરી પોતાની સાથે કુલ 2.31 લાખ ડોલરનું ફ્રોડ થયું હોવાનો રિપોર્ટ કર્યો હતો. આ વિક્ટિમનો સંપર્ક કરનારા સ્કેમર્સે પોતાની ઓળખ FBIના એજન્ટ્સ અને સ્વિસ્ટર પોલીસ ઓફિસર તરીકે આપીને તેમને એવું કહ્યું હતું કે તેમની આઈડેન્ટિટીની ચોરી થઈ છે
અને સાથે જ તેમની સામે ક્રિમિનલ ચાર્જિસ નોંધાયા છે.આ કેસની તપાસ કરી રહેલા ડિટેક્ટિવ્ઝે પાર્સલ ઉઠાવનારા શખસ તરીકે તીર્થ સવાણીને આઈડેન્ટિફાઈ કરી લીધો હતો તીર્થ સવાણી સામે પણ જે ચાર્જિસ લગાવાયા છે તે ખૂબ જ ગંભીર છે અને જો તેણે એકથી વધુ સ્ટેટ્સમાંથી આવા પાર્સલ કલેક્ટ કર્યા હોવાનું બહાર આવશે તો તેનું જેલમાંથી છૂટવું મુશ્કેલ થઈ શકે છે
આ પણ વાંચો:રાજકોટની ગર્ભવતી મહિલા એ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું! સ્યુસાઈડનોટમા લખ્યું કે ‘ એ મારું રાખતા નથી..’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
