સુરતની 17 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! 40 પાના ની સ્યુસાઈડ નોટ મા માત્ર એક જ શબ્દ ” બાય બાય 2022…

એક બાજુ બધા લોકો 31st નાઈટનો મજા માણી રહ્યા હતા તો બીજી બાજુ દેશમાં ઘણી એવી ઘટના બની હતી જે ખુબ હચમચાવી દેનારી હતી. ડાયમંડ સીટી સુરતની અંદરથી એક કરુણ ઘટના સામે આવી છે જેમાં એક એક સગીરાએ થર્ટી ફર્સ્ટની રાત્રે જ ગળાફાંસો ખાયને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મહત્વની વાત તો એ છે કે જે રૂમમાં તરુણીએ આત્મહત્યા કરી હતી તે રૂમમાંથી 40 જેટલા પેપર મળી આવ્યા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે વેલકમ 2023, બાયબાય 2022.

આ ઘટના સામે આવતા સૌ કોઈ આશ્ચર્યમાં જ મુકાયું હતું અને દરેક લોકોના મનમાં ફક્ત એજ સવાલ હતો કે આ સગીરાએ કેમ આવું લખ્યું? ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પાંડેસરા પોલીસને જાણ થઇ હતી કે મૂળ ઓરિસ્સાની વતની સંધ્યારાની ઉર્ફે દિયા રામકૃષ્ણ જૈના(ઉ.વ.17) છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરના પાંડેસરા વિસ્તારની અંદર પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે, મૃતક સંધ્યારા ઘરમાં સૌથી મોટી છે જયારે પરિવારમાં તેનાથી એક નાનો ભાઈ અને એક બહેન પણ છે.

રિપોર્ટ અનુસાર 31 ડિસેમ્બરના રોજ સંધ્યારાએ ઘરમાં પંખા સાથે દુપ્પટો બાંધીનેં પોતાના જીવનનો અંત આણ્યો હતો, એવામાં આ ઘટના અંગે માતા વેસુનીને કોઈ જાણ હતી નહીં કારણ કે તે કોલેજમાં સાફસફાઈનું કામ કરતી આથી તે વ્યસ્ત હોતી, એવામાં માતા જયારે ઘરે પોહચી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો આથી માતા વેસુનીએ પાડોશીઓની મદદ લઈને દરવાજો તોડ્યો હતો. દરવાજો તોડતા જ સંધ્યારાને પંખા સાથે ગળાફાંસો ખાધેલ હાલતમાં જોઈને માતાનું તો કાળજું જ મરી પડ્યું.

ઘટનાની જાણ થતા જ શહેરના હેડ કોન્સ્ટેબલ સંદીપ પાંડદિયા તેમજ તેમનો સ્ટાફ દોડી આવ્યો હતો. હાલ તો આ સગીરાએ શા માટે આત્મહત્યા કરી તે કોઈ પ્રકારે ખાસ ખુલાસો થયો નથી, પરંતુ પુલીસ તપાસમાં મૃતકના રૂમમાંથી 40 જેટલા પેપરના પાના મળી આવ્યા હતા જેમાં લખેલું હતું કે વેલકમ 2023, બાયબાય 2022. આ પાનાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસે પોતાની શંકા વ્યક્ત કરી છે કે મૃતક સગીરાને પ્રેમમાં નિષ્ફ્ળતા અથવા તો બીજા કોઈ પ્રેમી પ્રકરણ સાથે જોડાયેલ કારણ હોય શકે છે.

જાણવા મળ્યું છે કે મૃતક સંધ્યારાના પિતાને અવસાનને ફક્ત 10 માસ જ થયા છે, એવામાં ઘરના મોભીનું નિધન થતા ઘરની પુરી જવાબદારી સંધ્યારા અને તેની માતા પર આવી પડી હતી આથી મૃતક સંધ્યારા સિલાઈ કામ કરતી જયારે માતા કોલેજમાં સાફસફાઈનું કામ કરતી.આ ઘટનાને લઈને હાલ પોલીસ વધારે તપાસ કરી રહી છે, આત્મહત્યાનું કરવા પાછળનું સગીરાનું શું કારણ હોય શકે તે તો તપાસ બાદ જ જાણવા મળશે.

આ પણ વાંચો:સુરતના 6 વર્ષના બાળકના ગળામાં સિક્કો અટવાઈ જતાં, ડોકટરના પણ જીવ અઘ્ધર ચડી ગયા, આ રીતે બાળકનો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version