નાના છોકરાઓ ભગવાનું રૂપ ગણાય છે અને આમ પણ બાળપણ ખૂબ જ નિખાલસ અને નિર્દોષમય હોય છે. આપણે જાણીએ છે કે હાલમાં જ એક શાળાના બાળકનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વીડિયોમાં બાળક પોતાના સાહેબને કહેતો હોય છે કે તમે 2 થી 4 વાળાને પ્રવાસે કેમ નથી લઈ જતા અને આવો કેમ અન્યાય કરો છો તે અંગેનો આ વીડિયો હતો. હવે ફરી એકવાર નાની એવી છોકરી પોતાના ટ્યુશન ટીચરને ફોનમાં ઈવા ખખડાવ્યા કે તમે હસવું નહી રોકી શકો.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, નાની એવી છોકરી પોતાનું હોમવર્ક કરે છે અને તેને કયુ પેપર લખવાનું છે તે ખબર ન હોવાથી પોતાના ટીચરને ફોન કરે છે અને કહે છે કે તમે આપ્યું એ પેપર મળતું નથી કહો ક્યુ પેપર આપ્યું હતું?
પેપર ન મળવાને કારણે નાની એવી છોકરી પોતાના ટીચરને કહે છે કે વિડીયો કોલ કરો અને ત્યારબાદ વિડીયો કોલ ઉપાડ્યા જતા મેડમને કહે છે કે જુઓ આ મારું હોમવર્ક થઈ ગયું છે અને આ કારણે ટીચર પણ તેને કહે છે કે તો હવે એબીસીડી લખી નાંખ તો બાળકી હસતા હસતા કહે છે કે એ હું સવારે લખીશ. ગુડ નાઈટ અને અંતે કહે છે કે એમને બતાવને અંધારું થઈ ગયું છે.
આ વીડિયો ખૂબ જ રમુજી છે અને આ વીડિયોના કેપ્શનમાં પણ લખ્યું છે કે વિડીયો કોલના ચક્કરમાં બાળકી ફસાઈ ગઈ ને ખરેખર ક્યારેક આપણે આવું બનતું જ હોય છે. હરખને હરખમાં આપણે ઘણીબધી તકલીફોને સામેથી જ આમંત્રણ આપી દેતા હોય છે. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે અને આ વીડિયો તમે જોશો તો તમારું હસવું નહિ રોકી શકો.
આ પણ વાંચો:રાજ્સ્થાનમાં થયો ગમખ્વાર અકસ્માત ! ભાભર તાલુકાના 3 લોકોના મૌત અને…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
