ભાગીને લગ્ન કરતા પ્રેમીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે મામલે ગુજરાતની સરકાર નિયમ બદલવા જઈ રહી છે.
સરકાર કેબિનેટની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરશે. હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતાપિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. એટલે કે પ્રેમ લગ્ન કરવા માટે માતાપિતાની મજૂરી ફરજિયાત બની શકે છે. સૂત્રો દ્રારા જાણવા મળી રહ્યું છે કે સુધારેલા નિયમો પ્રમાણે, ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે
સાથે જ માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. ઉપરાંત યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, એ સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
