અમેરિકામાં પણ પોલીસ હાથ અધ્ધર કરી શકે છે જેનો એક કિસ્સો સામે આવ્યો છે. કરૂણા અને રિચી નામના યુએસમાં જ રહેતાં એક ઈન્ડિયન કપલનો સૂટકેસ સહિતનો સામાન ચોરાઈ ગયો પણ એ સામાનમાં એક GPS ટ્રેકર (એરટેગ) મુકવામાં આવેલું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે
કે એ ટ્રેકર હોવા છતાં પણ હજૂ સુધી તે સામાન મળી શક્યો નથી. કરૂણા અને રિચી એક ફ્રેન્ડના વેડિંગમાં સામેલ થઈ ડાલસ એરપોર્ટ પર લેન્ડ થયા પણ કાર સ્ટાર્ટ ન થતાં નોર્થ ટેક્સસમાં રહેતું આ કપલ કારને ઘરે લઈ જઈ શકે તેમ ના હોવાથી તેમણે તેને લોક કરી દીધી હતી અને ત્યાંથી તેમનો સામાન જેમાં વેડિંગ ફોટોગ્રાફ્સ, જ્વેલરી અને લેપટોપ હતા.
લોકેશન મળી ગયા પછી પણ પોલીસ કહી રહી છે કે આટલા પુરાવા ઓછા છે જગ્યા પર જઇને ચોરને પકડવા માટે. જેથી આ ભારતીય કપલ હજી પણ લોકેશન મળ્યા પછી પણ ધક્કા ખાઈ રહ્યું છે પોતાના જ સામાન માટે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
