મહેસાણાના બદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન અને 3 વર્ષની નાનકડી પુત્રી દેવાંશીબા પોર્ટુગલ જવાના સપનામાં લિબિયામાં બંધક બની ગયા છે. આ પરિવાર 1 ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો, પરંતુ દુબઈના એજન્ટોએ છળકપટથી તેમને લિબિયા મોકલી દીધા.
લિબિયા પહોંચતાં જ અપહરણકર્તાઓએ આ પરિવારને એકાંત સ્થળે બંધક બનાવ્યા અને સગાઓને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો: “2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે…” અપહરણકર્તાઓ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. પીડિત પરિવારના સગા મહિપતસિંહે કહ્યું કે તેઓએ કિસ્મતસિંહ સાથે ફોન પર વાત કરી છે અને તેમની ગંભીર પરિસ્થિતિ સમજાઈ છે.
પરિવારના સગાઓએ મહેસાણા કલેક્ટર કચેરી, કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય અને સ્થાનિક પોલીસને લેખિત રજૂઆત કરી છે. બદલપુરાના સરપંચ રણજીતસિંહે પણ દલાલોના દગા અંગે ચિંતા દર્શાવી છે. આ ઘટના ફરી એકવાર વિદેશ જવા માંગતા લોકોને ચેતવણી આપે છે કે મહેરબાની કરીને એજન્ટોના લાલચમાં ન પડો
અને કાયદેસર રસ્તે જ વિદેશયાત્રા કરો. ગુજરાતમાં આવા અનેક કેસ સામે આવ્યા છે જ્યાં પરિવારો હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બન્યા છે. પરિવારના સગાઓએ અપીલ કરી છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેમના પરિવારને હેમખેમ પરત લાવે.
આ પણ વાંચો:હાર્ટ સર્જરી કરાવીને 3000 બાળકોના જીવ બચાવી ચૂકી છે બૉલીવુડની આ અભિનેત્રી ! જાણો તેના વિષે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
