ગુજરાતમાં કુદરતે શું ધાર્યું છે એ જ સમજાતું નથી દિવસેને દિવસે હાર્ટએટેકના કેસો સામે આવે છે અને અવસાન પામે છે હાલમાં સુરત શહેરમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં અને ટીમમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ UP ના રહેવાસી અને હાલ સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધરમપાલ લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં(ડ્યૂટીમાં) હતા. આ દરમિયાન અચાનક જ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા.
જે બાદ તેઓેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તબીબે તેમના નિધન પાછળનું કારણ હાર્ટ એટક જણાવ્યું હતું. RAF જવાનના નિધનના દુઃખદ સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવતા પરિવારમાં માતમ છવાયો છે તેમને મૃતદેહને ઉત્તરપ્રદેશ તેમના વતનમાં મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શું સાનિયા મિર્જા અને મોહમ્મદ શામી કરવા જઇ રહ્યા છે સગાઈ, જાણો હકીકત…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.
